• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »State» Finance Minister Said 2 New AllMS Will Be Set Up In Jharkhand And Gujarat

બજેટઃ દેશમાં ખુલશે 2 નવા AIIMS, સિનિયર સિટિઝન્સ માટે આધાર જેવું હેલ્થ કાર્ડ

બજેટઃ દેશમાં ખુલશે 2 નવા AIIMS, સિનિયર સિટિઝન્સ માટે આધાર જેવું હેલ્થ કાર્ડ
નવી દિલ્હીઃ ઝારખંડ અને ગુજરાતમાં 2 નવા એમ્સ ખોલવામાં આવશે. બજેટમાં ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલી એ આ વાતની જાહેરાત કરી છે. ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલી એ સિનિયર સિટિઝન્સને મોટી સુવિધા આપતા કહ્યું છે કે તેમને આધાર બેઝડ સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે, જેના કારણે તેઓ સરળતાથી ઈલાજ કરાવી શકશે. આ સિવાય તેમણે મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીને રેગ્યુલેટ કરવાની વાત કરી છે.
 
બજેટમાં હેલ્થ માટે ખાસ વાત
 
- સિનિયર સિટિઝન્સ માટે આધાર બેઝડ સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે.
- સમગ્ર દેશમાં ક્વોલિટી જેનેરિક દવાઓની ઉપલબ્ધતા વધારવામાં આવશે.
- દવાઓની કિંમતોને કન્ટ્રોલ કરવા માટે ડ્રગ એન્ડ કોસ્મેટિક એકટમાં ફેરફાર કરવામાં આવશે.
- 2020 સુધીમાં દેશમાંથી રકતપિતની બિમારી સંપૂર્ણ રીત ખત્મ કરવામાં આવશે.
- 2025 સુધીમાં દેશમાંથી ટીબીની બિમારી ખત્મ કરવાનો ટાર્ગેટ છે.
 
સિનિયર સિટિઝન્સને રાહત
 
બજેટમાં સરકાર દ્વારા સિનિયર સિટિઝન્સને ખાસ ભેટ આપવામાં આવી છે. ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલી એ જણાવ્યું છે કે સરકાર દેશમાં તમામ સિનિયર સિટિઝન્સને હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવશે. તે આધાર કાર્ડથી અલગ હશે, જોકે દેશમાં કોઈપણ સેન્ટર પર તેમની સરળતાથી સારવાર થઈ જશે. તેમણે એક વાર ફરીથી હોસ્પિલ કે સ્વાસ્થય સેન્ટર પર સ્માર્ટ કાર્ડ રજિસ્ટર કરાવવાનું રહેશે. તેના દ્વારા સંપૂર્ણ માહિતી કોમ્પ્યુટરાઈઝડ સ્ટોર કરવામાં આવશે. આ માહિતી સરળતાથી એક સેન્ટરમાંથી બીજા સેન્ટર પર ટ્રાન્સફર કરી શકાશે.
 
વધશે મેડિકલમાં 5000 પીજી સીટ
 
દેશમાં ડોકટરોની અછતે જોતા સરકારે મેડિકલ એજયુકેશનમાં 5000 નવી પોસ્ટ ગ્રેજયુએશન સીટીની વ્યવસ્થા કરવાનું કહ્યું છે. 
(State Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Finance Minister Said 2 New AllMS Will Be Set Up In Jharkhand And Gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.