• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Automobiles-Gadgets »Automobiles »Auto News» Read: This Car Will Adjust Itself For Parking

ઐસા ભી હોતા હૈ? જગ્યા પ્રમાણે સંકોચાઇ જશે આ કાર

બિઝનેસ ડેસ્કઃ  કાર નજીકના ભવિષ્યમાં શહેરની વસ્તી માટે લોકપ્રિય કાર બની શકે છે. તે ચાલવામાં તો સ્માર્ટ છે જ પરંતુ રાખવામાં પણ સ્માર્ટ છે. એક જ જગ્યાએ ઊભા ઊભા ચારે બાજુ ફરી શકે છે આ કાર. પોતાની જાતે ચાલનારી આ કાર, કોઇ પણ એંગલ પર ચાલી શકે છે અને પાર્ક પણ પોતાની જાતે થાય છે.
 
ઇઓ બે સીટવાળી કાર છે. તેની લુક સ્પોર્ટી છે અને દરવાજા અંદરથી ખુલે છે. એટલુ જ નહી તમે બોલાવશો તો  કાર તમને પિક કરવા પણ આવી શકે છે. અને જો ચીકણો રોડ હોય તો તેની પર પોતાની જાતે કંટ્રોલ પણ રાખી શકે છે. આ કારને જર્મનીના આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ રોબોટિક્સ ઇનોવેશનના રિસર્ચ સેન્ટરમાં તૈયાર કરવામાં આવી છે.
 
આ ચાર હબ-ઇલેક્ટ્રોનીક મોટર્સ થી ચાલે છે. તેનું વજન 748 કિલોગ્રામ છે અને પ્રતિ કલાક 64 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. તેને બનાવવા માટે મોટે ભાગે કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના વ્હીલ એક્સેલના છેડે લાગેલા હોય છે જેનાથી કાર એક જ સ્થળે ચારેય બાજુ ફરી શકે છે.
 
એટલું જ નહી, તેના ચાર વ્હીલ એક જ દિશામાં ટર્ન પણ થઇ શકે છે, કોઇ પણ એંગલ પર. જોકે તેને પરંપરાગત કારની જેમ વાળી પણ શકાય છે. પરંતુ આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના પાર્કિંગને લઇને કોઇ સમસ્યા ઉદભવશે નહી.
 
આગળ વાંચો સ્કુટર જેટલી નાની બનશે આ કાર...
(Automobiles Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Automobiles-Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Read: This car will adjust itself for parking
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.